Ahmadabad, Ahmedabad | By Jitendrabhai Chauhan | 01 January 2026 12:53 PM
આથી તમામ સભાસદ જ્ઞાતિબંધુઓને, સવિનય જણાવવાનું કે શ્રી સમસ્ત સતવારા મહામંડળ, અમદાવાદ ની સને ૨૦૨૪-૨૫ ના વર્ષની વાર્ષિક સાધારણ સભા અમદાવાદ મુકામે નીચે જણાવેલ સમયે સ્થળે રાખવામાં આવેલ છે. અને તેમાં નીચે જણાવેલ કાર્યસૂચિ મુજબની કામગીરી કરવામાં આવનાર છે. તો તેમાં દરેક સભાસદ અને ક્ષાતિબંધુઓએ હાજર રહેવા વિનંતી છે. સમય - તા. ૦૪-૦૧-૨૦૨૬, રવિવારના રોજ સવારે ૯-૩૦ કલાકે સ્થળ – સતવારા સમાજ ભવન, સિધ્ધેશ્વરી શોપીંગ સેન્ટર સામે, વિરાટનગર-મનમોહન રોડ, ઓઠવ, અમદાવાદ કાર્યસૂચિ 1. સભાના પ્રમુખશ્રીની વરણી કરવા બાબત 2. ગત સાધારણ સભાનું પ્રોસેડીંગ વંચાણે લેવા બાબત 3. તા. ૧-૪-૨૦૨૪ થી તા. ૩૧-૦૩-૨૦૨૫ સુધીના ઓડીટેડ હિસાબો મંજુર કરવા બાબત. 4. સંસ્થા દ્વારા નવા છાત્રાલયના બાંધકામ બાબત. 5. સંસ્થા દ્વારા નવા છાત્રાલયના બાંધકામના થયેલ ખર્ચ વંચાણે લેવા બાબત. 6. સંસ્થાના બંધારણમાં તથા પેટા નીયમોમાં ફેર-ફાર કરવા બાબત. 7. હોદ્દેદારોની નિમણૂક કરવા બાબત 8. પ્રમુખ સ્થાનેથી રજુ થાય તે. નોંધ - આગલા દિવસે આવનાર સભાસદો માટે રાત્રી રોકાણ ની વ્યવસ્થા કરેલ છે.
Posted By
Jitendrabhai Chauhan