Ahmadabad, Ahmedabad | By Jitendrabhai Chauhan | 05 January 2026 10:30 AM
તારીખ 4-1-2025 ના રોજ અમદાવાદ યોજાયેલ આ સભામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ તથા ગામે-ગામેથી સમાજના આગેવાનો, તમામ હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સાથે સાથે સમાજના આગેવાનો તેમજ દરેક પક્ષના રાજકીય આગેવાનોની પણ નોંધપાત્ર હાજરી રહી. મહામંડળને વધુ મજબૂત અને સંગઠિત બનાવવા માટે ગુજરાતને *ચાર ઝોનમાં વિભાજિત* કરી, ઝોનવાઇઝ હોદ્દેદારોની નિમણૂક કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. તેમજ જિલ્લા સ્તરથી લઈ નાનામાં નાના ગામ સુધી કાર્યકર્તાઓની મજબૂત ટીમ રચવાનો સંકલ્પ લેવાયો. *શ્રી શંકરભાઈ દલવાડી* નો કાર્યકાળ પૂર્ણ થતાં, સર્વાનુમતે *શ્રી રાજેશભાઈ મકવાણા* ને મહામંડળના *પ્રમુખ પદે* અને *ગીરીશભાઈ એસ. લકુમ* ને મહામંડળના *મહામંત્રી પદે* નિમણૂક કરવામાં આવી. આ મહત્વપૂર્ણ જવાબદારી માટે શ્રી રાજેશભાઈ મકવાણા અને ગીરીશભાઈ લકુમને *હૃદયપૂર્વક શુભેચ્છા* અને *અભિનંદન.* *જય સિદ્ધનાથ* 🙏 *જય સતવારા* 🙏
Posted By
Jitendrabhai Chauhan