Botad, Botad | By Vishalbhai Chauhan | 28 September 2026 01:02 PM
જય સિદ્ધનાથ | જય સતવારા સમસ્ત સતવારા સમાજ - બોટાદના ધોરણ-૧ થી ધોરણ-૧૨ તેમજ કોલેજ અને અન્ય ફેકલ્ટીઝના શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ તથા ૨૦૨૫-૨૬માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ તેજસ્વી તારલાઓ તેમજ નવનિયુક્ત સરકારી કર્મચારીઓને સન્માનિત કરવા આગામી દિવસોમાં ઈનામ વિતરણ સન્માન સમારોહ યોજાનાર છે. આ સમારોહની પૂર્વ તૈયારી તથા ધોરણ-૧ થી ૭ ના પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર માટે લકી ડ્રો કરવાના હેતુસર એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે શિક્ષક મિત્રો, કર્મચારી મિત્રો તથા સમાજના કાર્યકર્તાઓને નીચે મુજબના સ્થળ અને સમયે બિનચૂક ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી છે. તારીખ: ૨૮/૦૯/૨૦૨૬ ને સોમવાર સમય: રાત્રે ૯:૦૦ કલાકે સ્થળ: સતવારા બોર્ડિંગ, હવેલી ચોક, બોટાદ લિ.: મહાસુખભાઈ યુ. કણઝરીયા (પ્રમુખશ્રી) સમસ્ત સતવારા સમાજ - બોટાદ
Posted By
Vishalbhai Chauhan