શ્રી સતવારા જ્ઞાતિ મંડળ રાજકોટ દ્વારા કન્યા છાત્રાલયનું ટૂંક સમયમાં અદ્યતન ભવનનું બાંધકામ શરૂ થવાનું છે તો આ શિક્ષણરૂપી મહાયજ્ઞમાં ઉદાર હાથે દાન આપી ભાગીદાર બનો

Rajkot, Rajkot | By Vishalbhai Chauhan | 12 May 2026 08:48 PM

આપ શ્રી જાણો છો કે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર અને શિક્ષણનું મુખ્ય કેન્દ્ર છે. રાજકોટમાં આપણા સમાજની ૪૦૦ થી વધુ દીકરીઓ ભાડાના મકાનમાં રહી અભયાસ કરે છે. ધણી તેજસ્વી અને હોશિયાર દીકરીઓ તેમના પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી અથવા સાધારણ હોવાથી ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જાય છે. રાજકોટમાં સમાજનું કન્યા છાત્રાલય ન હોવાને કારણે દીકરીઓને ગેસ્ટ હાઉસ, ધર્મશાળા અથવા હોટેલમાં રોકાવું પડે છે, જે આજના સમયમાં યોગ્ય નથી. તેથી સમાજ માટે કન્યા છાત્રાલય સમયની તાતી જરૂરિયાત બની છે. ગુજરાત સરકારશ્રીએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે સમાજને આશરે ૨૦૦૦ વાર જેટલી જમીન બજારભાવથી ૫૦% કિંમતે ફાળવી છે. સમાજના દાતાશ્રીઓના સહયોગથી જમીન પ્રાપ્ત થઈ છે અને ટૂંક સમયમાં અદ્યતન ભવનનું બાંધકામ શરૂ થવાનું છે. સમગ્ર સમાજને નમ્ર અપીલ કે આ શિક્ષણરૂાપી મહાયજ્ઞમાં ઉદાર હાથે દાન આપી ભાગીદાર બનો. આપના દાનથી સમાજની દીકરીઓ માટે સુરક્ષિત અને સુવિધાસભર વિદ્યાર્થી ભવનનું સ્વપ્ન સાકાર થશે. દાન યોજના ૧) ૧૧,०००/- તકતીમાં નામ ૨) ૧૫,०००/- એક વાર ભૂમિદાનની તકતીમાં નામ ૩) ૨૫,०००/- તકતીમાં બે વ્યક્તિના નામ ૪) ૫૧,૧૧૧/- તકતીમાં પરિવારનું નામ ૫) ૧,૧૧,૦૦૦/- ગાળાના દાતાશ્રીની નામની તકતી ૬) ૧,૫૧,૧૧૧/- દસ વાર ભૂમિદાનની તકતી ૭) ૨,૫૧,૦૦૦/- રૂમના દાતાશ્રી ૮) ૩,૦૦,૦૦૦/- વહીવટી ઓક્સિના દાતાશ્રી ૯) ૫,૫૧,૧૧૧/- રસોડું તેમજ સ્ટોરરૂમના દાતાશ્રી ૧૦) ૧૧,૧૧,૧૧૧/- પ્રાર્થના હોલના દાતાશ્રી ૧૧) ૧૧,૧૧,૧૧૧/- ભોજનાલય (અન્નપૂર્ણા હોલ)ના દાતાશ્રી ૧૨) ૧૧,૧૧,૧૧૧/- મંદિરના દાતાશ્રી ૧૩) ૨૫,૦૦,૦૦૦/- એક માળ - એક વિંગ (A વિભાગ)ના દાતાશ્રી ૧૪) ૨૫,૦૦,૦૦૦/- એક માળ - એક વિંગ (B વિભાગ)ના દાતાશ્રી ૧૫) ૧,૧૧,૧૧,૧૧૧/- મુખ્ય દાતાશ્રી (ભવનનું નામકરણ) બેંક એકાઉન્ટ વિગતો નામ : SHREE SATWARA KANYA CHHATRALAY RAJKOT (શ્રી સતવારા કન્યા છાત્રાલય રાજકોટ) Account No.: 101294600000091 IFSC Code: YESB0001012 Bank : Yes Bank Branch : Raiya Road Branch, Rajkot પત્ર વ્યવહારનું સરનામું: સતવારા વિદ્યાર્થી ભવન, સરસ્વતી પાર્ક, રૈયા સર્કલ પાસે, રૈયા રોડ, રાજકોટ - ૩૬૦૦૦૭ સંપર્ક વિગતો શ્રી શાંતિભાઈ પરમાર (પ્રમુખશ્રી) - ૯૮૨૫૩૭૯૧૩૨ શ્રી ભગવાનજીભાઈ પરમાર (ઉપ પ્રમુખશ્રી) - ૯૨૭૬૦૮૭૦૦૪ શ્રી માવજીભાઈ મારવિયા (મંત્રીશ્રી) - ૯૪૨૮૨૫૮૬૦૦ શ્રી વિજયભાઈ ખાંદલા (સહમંત્રીશ્રી) - ૮૮૬૬૬૪૧૯૦૧ શ્રી હીરાભાઈ કણજારીયા (ખજાનચી) - ૯૮૨૪૪૪૪૦૮૫ દીકરી ભણશે તો સમાજ આગળ વધશે

Posted By

Vishalbhai Chauhan