શ્રી સતવારા બાળ યુવા કેળવણી મંડળ હળવદ અને ગ્રામ્ય મંડળ દ્વારા તૃતીય સમુહ લગ્ન મહોત્સવ તારીખ ૨૬-૦૧-૨૦૨૭ ને મંગળવાર પોષ વદ ૪ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે

Halvad, Morbi | By Jitendrabhai Chauhan | 23 May 2026 09:23 AM

તૃતીય સમૂહ લગ્ન મહોત્સવના સામાન્ય નિયમો ૧) સમૂહ લગ્નમાં યુગલની નામ નોંઘણી વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. રજિસ્ટ્રેશન તારીખ 1/6/2026 થી 31/7/2026 સાંજે 7 વાગ્યા સુધી રહેશે. ૨) સમૂહ લગ્નમાં નોંઘણી માટે દીકરી માટે રજિસ્ટ્રેશન ફી 15000 અને દીકરા માટે 15000 અલગ અલગ ભરવાની રહેશે. રજિસ્ટ્રેશન ફી ભર્યા બાદ જ નામ કંન્ફર્મ ગણવામાં આવશે. ૩) સમૂહ લગ્નમાં જોડાયેલ દીકરા કે દીકરી પૈકી કોઈએ પ્રી વેડિંગ કરવું નહીં પ્રી વૈડિંગ કરનારને કોઈપણ સમયે સમૂહ લગ્નમાંથી રદ કરવામાં આવશે તથા ભરેલ રજિસ્ટ્રેશન ફી પરત મળશે નહીં. ૪) સમૂહ લગ્નમાં જોડાયેલ દીકરા કે દીકરીઓના ઘેર ભવ્ય પાર્ટીનું આયોજન કરવું નહીં (ડીજે સાઉન્ડ રાખી શકાશે. ) ૫) સમૂહ લગ્નમાં જોડાયેલ દીકરા તથા દીકરી બંને સાથે 100+100 એમ એક યુગલથી કુલ 200 વ્યકિતઓનો સમાવેશ કરવામાં આવશે બાકીના વધારાના વ્યકિત માટે મંડળનો આખરી નિર્ણય રહેશે. સંપર્ક સૂત્ર ૧) અરવિંદભાઈ રાઠોડ (પ્રમુખ) મો. +91 97256 27907 ૨) વાસુદેવભાઈ પરમાર (ઉપપ્રમુખ) મો. +91 99253 37270 ૩) વિપુલભાઈ કણજરીયા (મહામંત્રી) મો. +91 99137 68299 મંડળ ઓફિસ સરનામું બીજો માળ, શ્રી સ્વામિનારાયણ નગર ગેટ ની બાજુમાં, સરા રોડ, હળવદ (મોરબી) વધુ માહિતી માટે તમારા ગામમાં ચાલતા સિધ્ધનાથ મંડળના પ્રમુખનો સંપર્ક કરી શકો છો.

Posted By

Jitendrabhai Chauhan