Botad, Botad | By Niteshbhai Kanjariya | 28 September 2026 12:22 PM
શ્રી સમસ્ત સતવારા સમાજના બોટાદ જિલ્લાના પી.જી.વી.સી.એલ. ના અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીઓના માતા-પિતાનો સન્માન સમારોહ તથા તૃતીય સ્નેહમિલન સમારોહ-૨૦૨૬ શ્રી સમસ્ત સતવારા બોર્ડિંગ, હવેલી ચોક, બોટાદ ખાતે તા. ૨૭.૦૯.૨૦૨૬ને રવિવાર ના રોજ બપોરે ૪:૦૦ થી ૭:૦૦ કલાક દરમ્યાન શ્રી સમસ્ત સતવારા સમાજ ટ્રસ્ટ-બોટાદના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયો. આ કાર્યક્રમમાં શ્રી મહાસુખભાઈ ઉજમશીભાઈ કણજરીયા (પ્રમુખ શ્રી સમસ્ત સતવારા સમાજ ટ્રસ્ટ- બોટાદ), ઘનશ્યામભાઈ લવજીભાઈ પરમાર (ઉપપ્રમુખશ્રી સમસ્ત સતવારા સમાજ ટ્રસ્ટ- બોટાદ), શ્રી કરમશીભાઈ ભવાનભાઈ ચાવડા ( પ્રમુખશ્રી સમસ્ત સતવારા સમાજ બોર્ડિંગ- બોટાદ), તેમજ સમાજના ટ્રસ્ટીઓ શ્રી ગિરધરભાઈ ગોપાલભાઈ યાદવ, શ્રી ઇશ્વરભાઇ રાઘવભાઈ ચાવડા, શ્રી ઇશ્વરભાઇ કેશુભાઈ પરમાર તથા મનુભાઈ ગિરધરભાઈ કણજરીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ માં પી.જી.વી.સી.એલ.ના શ્રી પ્રવીણભાઈ ગટોરભાઈ કણઝરીયા (શ્રી કાર્યપાલક ઇજનેર- બોટાદ), શ્રી ગૌતમભાઈ નાનજીભાઈ ચૌહાણ (નાયબ ઇજનેર-બોટાદ) શ્રી ગણપતભાઈ નટવરલાલ જાદવ ( હિસાબી અધિક્ષક - ભાવનગર),શ્રીમતિ પૂર્વીબેન પ્રવીણભાઈ કણઝરીયા (જુનિયર ઇજનેર-ભાવનગર), શ્રી ભાવેશભાઈ બળદેવભાઈ પરમાર (જુનિયર ઇજનેર- બોટાદ), શ્રી મયુરભાઈ પ્રભાતભાઈ ડાભી (આસિસ્ટન્ટ મેનેજર -આઇ. ટી બોટાદ), શ્રી હરેશભાઈ રણછોડભાઈ પરમાર (જુનિયર ઇજનેર - સાવરકુંડલા), શ્રી પરેશભાઈ નાગરભાઈ ડાભી (જુનિયર ઈજનેર - ગઢડા) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ પી.જી.વી.સી.એલ. કર્મચારી પરિવાર - બોટાદ દ્વારા ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું. તથા ઉપસ્થિત તમામ કર્મચારીઓના માતા-પિતા તથા કર્મચારીઓ અને તેમના પરિવાર પર પુષ્પવર્ષા કરીને ભવ્ય હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. માતા પિતા સન્માન સમારોહ તથા તૃતીય સ્નેહ મિલન-૨૦૨૬ અંતર્ગત શાબ્દિક સ્વાગત શ્રી અનિલભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. માતા-પિતા સન્માન સમારોહ કાર્યક્રમમાં કુલ ૭૧ કર્મચારીઓના માતા-પિતાને તેમના પુત્ર અને પુત્રવધુના વરદ હસ્તે મોમેન્ટો શિલ્ડ અર્પણ કરી સહજ સન્માન કરવામાં આવ્યુ. આમંત્રિત મહેમાનોમાં શ્રી હરેશભાઈ પરમાર સાહેબ દ્વારા માતા પિતા નું મહત્વ તેમજ તેમના દ્વારા કરવામાં આવેલ સંઘર્ષો, નિ: સ્વાર્થ પ્રેમ, ત્યાગ અને બલિદાનને અનુરૂપ ધારદાર સંબોધન કરવામાં આવ્યું. તથા શ્રી સમસ્ત સતવારા સમાજ બોટાદના પ્રમુખ શ્રી મહાસુખભાઈ ઉજમશીભાઈ કણજરીયા દ્વારા સમાજની એકતા, પ્રગતિ અને સમાજ ઉત્થાન માટે કરવા પડતા કાર્યો અંગે સમજ આપી. તથા કાર્યક્રમમાં કરવામાં આવેલ માતા પિતાના સન્માનને દાખલા રૂપ ગણાવી બિરદાવવામાં આવ્યું. તથા શ્રી જી.એન.જાદવ સાહેબ દ્વારા માતા - પિતાના સંઘર્ષો થી આજે આપણે સફળ થયા છીએ અને માતા - પિતાનુ મહત્વ સમજાવી પ્રેરણારૂપ સંબોધન આપ્યું. ત્યારબાદ વિશેષ ઉપસ્થિત શ્રી પ્રવીણભાઈ ગટોરભાઈ કણજરીયા દ્વારા માતા-પિતા નો પ્રેમ, કર્મચારીઓને કામ કરવાની પદ્ધતિ, વીજ સલામતી અને કરિયર બનાવવા અંગે વિસ્તૃત માહિતી આપી અસરદાર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું. આઈસ્ક્રીમ ની લહેજત માણતા માણતા ઉપસ્થિત તમામ લોકોએ કાર્યક્રમને ખુબ જ આનંદપૂર્વક માણ્યો હતો. કાર્યક્રમની પૂર્ણતાના સમયે ઉપસ્થિત કર્મચારીઓના માતા-પિતા તથા કર્મચારીઓ પાસેથી કાર્યક્રમ અંગે અભિપ્રાય લેવામાં આવ્યો હતો. તેમા શ્રી કિશોરભાઈ કણજરીયા દ્વારા આવા સુંદર મજાના માતા-પિતાનું સન્માન અને સ્નેહ મિલનના વિચાર લાવનાર આયોજક ટીમને અભિનંદન પાઠવીને બિરદાવવામાં આવ્યા હતાં. કાર્યક્રમના અંતે આભારવિધિ શ્રી ભાવેશભાઈ મહાદેવભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ઉમેશભાઈ જાંબુકિયા, નિતેશભાઇ કણજરીયા તથા ચેતનભાઇ લકુમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ પ્રકારની જહેમત શ્રી મહેન્દ્રભાઈ મકવાણા, ગીરીશભાઈ સોનગરા, અનિલભાઈ ચૌહાણ, કમલેશભાઈ ચૌહાણ, વિપુલભાઈ ધારિયા પરમાર, ધર્મેશભાઈ ચાવડા, અનિલભાઈ પરમાર, ધર્મેશભાઈ સાંકળિયા, સંજયભાઈ કણઝરીયા, ચેતનભાઇ ચૌહાણ, પ્રવીણભાઈ મોરી, વિક્રમભાઈ મકવાણા તથા ટીમ દ્વારા ઉપાડવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી નિલેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોએ સ્વરુચી ભોજનનો સમૂહમાં રસાસ્વાદ માણ્યો હતો. કાર્યક્રમમાં કુલ ૩૦૬ લોકોની હાજરી નોંધવામાં આવી હતી.
Posted By
Niteshbhai Kanjariya