સમસ્ત સતવારા સમાજ બોટાદ દ્વારા આયોજિત ઇનામ વિતરણ, સન્માન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને વાર્ષિક સાધારણ સભા તા. ૦૪-૧૦-૨૦૨૬, બપોરે ૨:૦૦ કલાકે, બોટાદ નગરપાલિકા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

Botad, Botad | By Vishalbhai Chauhan | 01 October 2026 08:53 AM

વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ તથા નવનિયુક્ત સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહ તથા અવનીબેન ચાવડાની અંન્ડર-૧૯ સૌરાષ્ટ્ર મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન બનવા બદલ વિશેષ સન્માન. 🔹 શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ તથા ૨૦૨૫-૨૬ માં ધોરણ-૧ થી ધોરણ-૧૨ સુધી તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ અન્ય તમામ શિક્ષણ પ્રવાહોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે. 🔹 સમાજના નવનિયુક્ત સરકારી કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવશે. ✨ અવનીબેન ચાવડાને અંન્ડર-૧૯ સૌરાષ્ટ્ર મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન બનવા બદલ વિશેષ સન્માન કરવામાં આવશે. કાર્યક્રમની વિગતો તારીખ: ૦૪-૧૦-૨૦૨૬, રવિવાર સમય: બપોરે ૨:૦૦ કલાકે સ્થળ: શ્રી નાનાજી દેશમુખ ટાઉનહોલ, બોટાદ નગરપાલિકા, રેલ્વે સ્ટેશન પાસે, બોટાદ. 👉પ્રોત્સાહન ઇનામ મેળવવા માટેની કૂપન અંગેની સૂચનાઓ👈 🔹પાત્ર વિદ્યાર્થીઓએ આધાર કાર્ડ બતાવીને સતવારા બોર્ડિંગ ખાતે કૂપન ફરજિયાત મેળવી લેવાની રહેશે. 🔹કૂપન મેળવવાની તારીખ: ૩૦/૦૯/૨૦૨૬ થી ૦૨/૧૦/૨૦૨૬. 🔹સમય: સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ તથા સાંજે ૪:૦૦ થી ૭:૦૦ કલાક સુધી. 🔹કૂપન વિના પ્રોત્સાહન ઇનામ મળવાપાત્ર રહેશે નહીં. 🔹ઈનામ મેળવવા માટે મૂળ માર્કશીટ / પ્રમાણપત્ર તથા તેની એક ઝેરોક્ષ નકલ સાથે લાવવી. 🔹નવનિયુકત સરકારી કર્મચારીઓએ નિમણૂક ઓર્ડર ની નકલ સાથે લાવવાની રહેશે. આમ, ઇનામ વિતરણ, સન્માન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વાર્ષિક સાધારણ સભા સહિતના આ ચતુર્વિધ કાર્યક્રમમાં સમાજના સૌ ભાઈઓ-બહેનો, વાલીઓ તથા વિદ્યાર્થીઓએ સમયસર ઉપસ્થિત રહી તેજસ્વી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા, સતવારા સમાજના તમામ ભાઈઓ તથા બહેનોને હાર્દિક આમંત્રણ છે. 🔸શ્રી મહાસુખભાઈ ઉજમશીભાઈ કણજરીયા (પ્રમુખશ્રી) 🔸શ્રી ઘનશ્યામભાઈ લવજીભાઈ પરમાર (ઉપપ્રમુખશ્રી) 🔸શ્રી ગીરધરભાઈ ગોપાળભાઈ યાદવ (મંત્રીશ્રી) 🔸શ્રી કરમશીભાઈ ભવાનભાઈ ચાવડા (ખજાનચીશ્રી) 🔸શ્રી ઈશ્વરભાઈ રાઘવભાઈ ચાવડા (ટ્રસ્ટીશ્રી) 🔸શ્રી હસમુખભાઈ પરમાનંદભાઈ પરમાર (ટ્રસ્ટીશ્રી) 🔸શ્રી ઈશ્વરભાઈ કેશુભાઈ પરમાર (ટ્રસ્ટીશ્રી)

Posted By

Vishalbhai Chauhan